android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar : જુગારના પાંચ સ્થળે દરોડા : 8 મહિલા સહિત 22 પકડાયા
calendar_today October 16, 2026

Surendranagar : જુગારના પાંચ સ્થળે દરોડા : 8 મહિલા સહિત 22 પકડાયા

સુરેન્દ્રનગર શહેરની રામ સોસાયટી, લખતરના બજરંગપુરા, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલામાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 8 મહિલા સહિત 22 જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપીયા 1,23,100ની મત્તા સાથે ઝડપાયા છે.સુરેન્દ્રનગરની રામ સોસાયટીમાં આવેલ રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં ઈલાબા ઈન્દ્રજીતસિંહ વાઘેલા, તારાબા રાજેન્દ્રસિંહ ઝાલા, કમળાબેન ચંદુલાલ નાગર, નિર્મળાબા કરણસિંહ રાણા, કંચનબા ગીરીરાજસિંહ રાણા, વર્ષાબા ધર્મદેવસિંહ જાડેજા, નીમીશાબેન ચીરાગભાઈ રોજાસરા અને મધુબેન રમેશભાઈ ગાંગડીયા રોકડા રૂપીયા 15,800 સાથે જુગાર રમતા ઝડપાયા છે. જયારે લખતરના બજરંગપુરા ગામે અણીન્દ્રા રોડ પર આવેલા રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતા લખતર પીએસઆઈ એસ.ડી.પટેલ સહિતનાઓએ તા. 14 ના રોજ સાંજે રેડ કરી હતી. જેમાં મકાન માલીક દશરથ ધનજીભાઈ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ કેશુભા ઝાલા, દલસુખ ઉર્ફે દલપત માધુભાઈ જાલોડીયા, મહેશ મંગાભાઈ પનારા, સોમા રઘુભાઈ પનારા, વાસુદેવ બાબુભાઈ ત્રેટીયા અને બટુકસિંહ હરૂભા ઝાલા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 26,780, રૂપીયા 25હજારના 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપીયા 51,780ની મત્તા સાથે પકડાયા છે. બીજી તરફ લીંબડી પોલીસ મથકની સર્વેલન્સ ટીમના ધનરાજસિંહ વાઘેલા, ધવલભાઈ પટેલ સહિતનાઓએ લીંબડીના મફતીયાપરામાં બાવળની કાંટમાં જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં જીવણ વહાણભાઈ ઝંડાળીયા, હરેશ ઉર્ફે હકો લધુભાઈ રાઠોડ, ઉકા નરશીભાઈ પટેલ ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 15,100 સાથે પકડાયા છે. આ દરોડામાં બાવ ઉર્ફે વિનોદભાઈ જીવાભાઈ બુટીયા ફરાર થઈ ગયો છે. આ અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા બાયપાસ રોડ પર સ્ટોન પાર્ક પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વિઠ્ઠલ રામજીભાઈ લકુમ, નવઘણ ગેલાભાઈ મુંધવા, મહેશ રમેશભાઈ ડાભી, રામશંકર સુખરામ કુશવાહ અને પંચામ બાબુભાઈ કુશવાહ રોકડા રૂપીયા 15,180, રૂપીયા 25 હજારના 5 મોબાઈલ ફોન સહિત કુલ રૂપીયા 40,180ની મત્તા સાથે પકડાયા છે. અને ચોટીલાના મફતીયાપરાના નાકેથી ભરત સોમાભાઈ બથવાર રૂપીયા 340 સાથે વરલી મટકાનો જુગાર રમતા પકડાયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla : ચિત્રાલાખમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન પર દરોડો, રૂપિયા 43.9 5 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today October 16, 2026

Sayla : ચિત્રાલાખમાં કાર્બોસેલના ગેરકાયદે ખનન પર દરોડો, રૂપિયા 43.9 5 લાખનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકાના ચિત્રાલાખ ના સીમ વિસ્તારમાં દસ દિવસ પહેલા જ સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા ખનીજ વિભાગ દ્વારા કરાયેલ બે અલગ અલગ દરોડામાં 25 જેટલા કોલસા ના કુવાઓ પરથી લાખોનો મુદ્દામાલ જપ્ત કરવા છતાં ખનિજમાફ્યિાઓ એ બેખોફ્ બનીને કિંમતી કાર્બોસેલ ખનીજ નું ફરી પાછું ખોદકામ શરૂ કરી દીધું હોય તેવા વાવડ મળતા રાજકોટ રેન્જ આઇ.જી ની ટીમે સપાટો બોલાવતા ખનિજચોરી ના મોટા કારસ્તાન નો પર્દાફાશ થયો હતો.રેન્જ પોલીસ દ્વારા સ્થળ પર કરેલા દરોડા સમયે ખનિજચોરી કરતા તત્વોમાં નાસભાગ અને દોડધામના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ મામલે મળતી વધુ માહિતી અનુસાર રાજકોટ રેન્જ આઇ.જી નિર્લિપ્ત રાય દ્વારા ખનિજચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી માટે અપાયેલ સૂચનાઓ ને લઇ રેન્જની ટીમના યોગભા ચુડાસમા, હિતેશભાઇ જોગરાણા, ધમભા વાઘેલા,દિલીપસિંહ સિંધવ સહિતના ઓ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સવારના સમયે સાયલાના ચિત્રાલાખ ગામની સીમમાં ધમધમતા કોલસાના ના કાળા કારોબાર પર ઓચિંતો છાપો મારતાં કાર્બોસેલ ખનીજ ઉલેચવા ખનીજચોરો દ્વારા ગળાયેલા 19 કુવાઓ ચાલુ હાલતમાં ઝડપી લીધા હતા.તંત્ર ની ટીમે આ સાથે 19 ચરખીઓ,ત્રણ ટ્રેક્ટર,1 કમ્પ્રેશર,બે મોટર સાયકલ તેમજ 270 ટન જેટલો બહારકાઢેલો કોલસાનો જથ્થો જપ્ત કરવા સાથે ખાણ ખનીજ વિભાગ ને જાણ કરવામાં આવી હતી.ખનીજ વિભાગ દ્વારા સામે રેન્જની ટીમના દરોડામાં ઝડપાયેલ 43.9 5 લાખનો મુદ્દામાલ સીઝ કરવા સાથે આ કારસ્તાન માં સામેલ ઇસમો ની તપાસ હાથ ધરી આગળની તજવીજ હાથ ધરાઇ હતી ત્યારે કોલસા ચોર ભૂમાફ્યિાઓ એ દરોડા બાદ માયા સંકેલી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka : ડમ્પરની ટક્કરે ઈકો અગનગોળો બની, ચાલક ભડથું
calendar_today October 16, 2026

Dhandhuka : ડમ્પરની ટક્કરે ઈકો અગનગોળો બની, ચાલક ભડથું

અમદાવાદ જિલ્લાના ધંધૂકા પાસે ગુરુવારે રાત્રે સર્જાયેલી ગમખ્વાર માર્ગ દુર્ઘટનાએ હૃદય હચમચાવી દીધાં છે. ધંધૂકા-બરવાળા માર્ગ પર કોટન સેલ જીન નજીક પૂરઝડપે આવી રહેલા એક ડમ્પરે ઈકો કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર આશરે 30 ફૂટ સુધી રોડ પર ઢસડાઈ હતી. આ દરમિયાન ઈકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે ડમ્પરનું કેબિન પણ તેની લપેટમાં આવી ગયું હતું. દુર્ઘટનામાં ઈકો કારના ચાલક સંજય કાળુભાઈ કણઝરીયા (ઉંમર 34 વર્ષ, રહે. રાણપુર રોડ, ધંધૂકા)નું મોત નિપજ્યું હતું. સ્થાનિકો અને ધંધૂકા ફાયર ટીમ દ્વારા 40 મિનિટની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ધંધૂકા પોલીસે ડમ્પરના ચાલક પ્રદીપ વડદરિયા સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત કરી એક વ્યક્તિનું મોત નિપજાવી કાઢવા સબબ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ગમખ્વાર અકસ્માતના બનાવ અંગે ધંધૂકા પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને ઘટનાની અન્ય વિગતો અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. ધંધૂકાના માર્ગ પરની કરુણ દુર્ઘટનાએ ફરી એકવાર ભારવાહક વાહનોના ચાલકોની ઝડપ અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward