android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: નાસીકથી રાજકોટ કન્ટેનરમાં જતો દારૂ લીંબડી હાઈવે પરથી પકડાયો
calendar_today September 10, 2026

Surendranagar: નાસીકથી રાજકોટ કન્ટેનરમાં જતો દારૂ લીંબડી હાઈવે પરથી પકડાયો

બગોદરા - લીંબડી હાઈવે પરથી દારૂ ભરેલ કન્ટેનર પસાર થનાર હોવાની બાતમી મળતા સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી શાખાના સ્ટાફની ટીમે વોચ રાખી હતી. જેમાં રાજસ્થાનના શખ્સને મહારાષ્ટ્રના નાસીકથી દારૂ લઈ રાજકોટ જતા ઝડપી લેવાયો છે. પોલીસે કુલ રૂપીયા 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમને લીંબડી હાઈવે પર રાત્રી પેટ્રોલિંગ દરમિયાન બગોદરાથી રાજકોટ તરફ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર જતુ હોવાની બાતમી મળતા રાસ્કા-બોડીયા ગામના પુલ પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળુ કન્ટેનર આવતા તેમાં તપાસ કરાતા દારૂ મળી આવ્યો હતો. આથી પોલીસે ચાલક રાજસ્થાનના ઝુંઝારામ રીડમલરામ ગોદારાની પુછપરછ કરતા તે નાસીક શાકભાજીનું વાહન લઈને જતો હતો. ત્યારે નાસીક શનીમંદિર પાસે ટ્રાન્સપોર્ટની ઓફીસમાં નોકરી કરતા રમેશકુમારે કન્ટેનરમાં ડ્રાઈવીંગ કરવાની ઓફર કરી હતી. આથી બાદમાં રમેશકુમારનો સંપર્ક કરતા તેણે મુંદ્રા જઈ કન્ટેનર લઈ નાસીક આવવાનું કહ્યુ હતુ. આ કન્ટેનર લઈ ઝુંઝારામ નાસીક જતા રમેશકુમારે તેને લઈ જઈ તેમાં દારૂ ભરી આપ્યો હતો. અને રાજકોટ લઈ જવાનું કહ્યુ હતુ. જેમાં પગારના રૂ. 30 હજાર ઉપરાંત વધારાના પૈસા આપવાની વાત કરી હતી. અને રાજકોટ પહોંચે તે પહેલા ફોન કરી તે જણાવે તેને દારૂ આપવાનો હતો. જયારે કન્ટેનરમાં ખોટી નંબર પ્લેટ લગાવાઈ હોવાનું પણ સામે આવ્યુ હતુ. પોલીસે દારૂની નાની મોટી 31,452 બોટલ, ટ્રક, મોબાઈલ સહિત રૂપિયા 1,26,13,980નો મુદ્દામાલ જપ્ત કરી ઝુંઝારામ, દારૂ મોકલનાર રમેશકુમાર, દારૂ મંગાવનાર, કન્ટેનર ટ્રકનો માલીક, દારૂ મંગાવનાર સામે લીંબડી પોલીસ મથકે ગુનો નોંધ્યો છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ કે.ડી.જાદવ ચલાવી રહ્યા છે. જયારે ચોટીલાના નાની મોલડી ગામે ભુપત દાદભાઈ ખાચરના રહેણાક મકાનના ઢાળીયામાંથી પોલીસે રૂપીયા 12,218ની કિંમતની દારૂની 12 બોટલ કબજે કરી છે. આ અંગે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એચસી કે.એમ.મકવાણા ચલાવી રહ્યા છે. બીજી તરફ નાની મોલડીના જ હરેશ દાદભાઈ ખાચરના ઘરે ફુલછોડના કયારામાંથી છુપાવેલ દારૂની 46 બોટલો કિંમત રૂપીયા 39,828ની જપ્ત કરાઈ છે. હાજર ન મળી આવનાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચોટીલા પોલીસ ચલાવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chotila: પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા ઝડપાયો
calendar_today September 10, 2026

Chotila: પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ જાણે વ્યવહાર બની ગયો હોય તેમ સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે. અરજદારોને પણ આવા ભ્રષ્ટ અધીકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા ન હોઈ તેઓ નાણા દેવા મજબુર બને છે. ત્યારે ચોટીલા પોલીસ મથકનો જમાદાર રૂપીયા 27 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ફસાયો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચારે માઝા મુકી છે. કાયદેસરનું કામ કરાવવુ હોય તો પણ અરજદારોને સરકારી કર્મીઓનાખીસ્સા ગરમ કરવા પડે છે. ત્યારે આવા જ એક બનાવમાં ચોટીલા પોલીસ મથકનો જમાદાર લાંચ લેતા એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયો છે. મળતી માહીતી મુજબ ચોટીલા પોલીસની ટીમે થોડા દિવસો અગાઉ રૂપાવટી ગામે જુગારની રેડ કરી હતી. જેમાં ઝડપાયેલ જુગારીયાઓના જામીન કરાવવા હેડ કોન્સ્ટેબલ જયસુખ જાગાભાઈ જીડીયાએ રૂપીયા 27 હજારની લાંચ માંગી હતી. આ રકમ ફરિયાદીને આપવી ન હોઈ તેઓએ એસીબીનો ટોલ ફરી નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેમાં સુરેન્દ્રનગર એસીબી રાજકોટ એકમના ફીલ્ડ પીઆઈ આર.કે.સોલંકી સહિતની ટીમે તા. 9ના રોજ સાંજે ચોટીલા પોલીસ મથક કમ્પાઉન્ડમાં જ છટકુ ગોઠવ્યુ હતુ. અને ફરિયાદીના હાથે લાંચની રકમ રૂપીયા 27 હજાર લેતો જમાદાર જયસુખ જીડીયા સ્વીકારતા જ એસીબી ટીમ સામે આવી હતી. અને હેડ કોન્સ્ટેબલ જે.જે.જીડીયાને ઝડપી તેની સામે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: બે આંગણવાડીનું બાંધકામ બે વર્ષથી અધૂરું હોવાથી ખંડેર
calendar_today September 10, 2026

Narmada: બે આંગણવાડીનું બાંધકામ બે વર્ષથી અધૂરું હોવાથી ખંડેર

દેડિયાપાડા ખાતે આવેલા બીઆરસી ભવન વિસ્તારમાં આવેલી દેડિયાપાડા નંબર-3 અને નંબર-4ની બે આંગણવાડીના નવા મકાનોનું બાંધકામ છેલ્લા બે વર્ષથી અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. લાંબા સમયથી બાંધકામ અધૂરું રહેતાં નાના ભૂલકાંઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના બાળકો હેરાન પરેશાન થઈ ગયા છે.બંને આંગણવાડીઓ હાલ નજીકમાં આવેલા છાત્રાલયના રસોડામાં ચલાવવામાં આવી રહી છે. એક જ જગ્યાએ નાના બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવો પડતો હોવાથી બાળકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે. અહિયાં આંગણવાડીમાં બાળકો ઉપરાંત સગર્ભા અને ધાત્રી માતાઓ માટે પણ પોષણ સંબંધિત કામગીરી કરવામાં આવે છે. રસોડાની જગ્યામાં આંગણવાડી ચલાવવાને કારણે કામગીરી કરતી બહેનોને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.બે આંગણવાડીના નવા મકાનોનું બાંધકામ છેલ્લા બે વર્ષથી પૂર્ણ ન થતાં વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. બાંધકામની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાના કારણે નાના બાળકોને કફોડી સ્થિતિમાં ભણવું પડી રહ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward