android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Umreth By-Election 2026 : આખરી ચિત્ર સ્પષ્ટ:, 59.03 ટકા મતદાન, 4 મેના રોજ થશે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો
calendar_today April 23, 2026

Umreth By-Election 2026 : આખરી ચિત્ર સ્પષ્ટ:, 59.03 ટકા મતદાન, 4 મેના રોજ થશે ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા આખરી આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ઉમરેઠમાં સવારથી જ મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના પરિણામે કુલ 59.03 ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ EVM મશીનમાં સીલ થઈ ગયા છે અને સૌની નજર 4 મેના રોજ યોજાનારી મતગણતરી પર ટકેલી છે.જે.વી. કોલેજ ખાતે થશે મતગણતરી તંત્ર દ્વારા મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આણંદની જે.વી. કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. મતદાન પૂર્ણ થતાની સાથે જ તમામ મથકો પરથી EVM મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણતરી કેન્દ્ર પર લાવવામાં આવશે. આ પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે રાજકીય પાર્ટીના એજન્ટો અને આગેવાનોની હાજરી પણ અનિવાર્ય રાખવામાં આવી છે. કોન્વોયનું થશે ડિજિટલ ટ્રેકિંગ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન રહી જાય તે માટે આ વખતે વહીવટી તંત્ર વધુ સતર્ક બન્યું છે. મતદાન મથકોથી ગણતરી કેન્દ્ર સુધી EVM લઈ જતા વાહનોના કોન્વોયનું સતત ટ્રેકિંગ કરવામાં આવશે. જીપીએસ અને અન્ય ટેકનોલોજીની મદદથી આ મશીનો પર નજર રાખવામાં આવશે. ૪ મેના રોજ વહેલી સવારથી જ મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં ઉમરેઠનો જંગ કોણ જીત્યું તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.આ પણ વાંચો---     Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

Read Full Story arrow_forward
Gujarat ATSની બાજ નજર: PSI બનવાની તૈયારી કરતો યુવક પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હોવાનો ખુલાસો
calendar_today April 23, 2026

Gujarat ATSની બાજ નજર: PSI બનવાની તૈયારી કરતો યુવક પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હોવાનો ખુલાસો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ દેશમાં અશાંતિ ફેલાવવાના અને કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપવાના મનસૂબા ધરાવતા બે યુવકોની ધરપકડ કરી છે. ઇરફાન પઠાણ અને મુરશદ નામના આ બે આરોપીઓ ભારતમાં ISIS જેવું મોડ્યુલ ઊભું કરવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા હતા અને હિંસક વિચારધારાનો પ્રસાર કરી રહ્યા હતા.શિક્ષિત યુવક કટ્ટરપંથી પંથે: PSIની પરીક્ષા પાસ કરી હતી ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ઇરફાન પઠાણ સિદ્ધપુરનો રહેવાસી છે અને તેણે MSC સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે ઇરફાન ગુજરાત પોલીસમાં જોડાવવા માટે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની શારીરિક કસોટી (Physical Test) પણ પાસ કરી ચૂક્યો હતો. તે લેખિત પરીક્ષા આપે તે પહેલા જ ATSએ તેના દેશવિરોધી મનસૂબા શોધી કાઢીને તેને દબોચી લીધો હતો. આ આરોપીઓ પોતાના જેવી જ માનસિકતા ધરાવતા યુવાનોને એકઠા કરી ફંડિંગ અને હથિયારો મેળવવા માટેના પ્રયાસોમાં પણ કાર્યરત હતા. RSSના નેતાઓ ટાર્ગેટ પર, 12થી 13 વોટ્સએપ ગ્રુપ હતા એક્ટિવ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓના નિશાના પર ભારતના જાણીતા રાજકીય નેતાઓ અને RSSના લીડરો હતા. કટ્ટરપંથી વિચારો ફેલાવવા માટે તેઓએ વોટ્સએપ પર 12થી 13 જેટલા ગ્રુપ એક્ટિવ કર્યા હતા. આ ગ્રુપમાં તેઓ ISIS અને અન્ય આતંકી સંગઠનોના વીડિયો અને મેસેજ વાયરલ કરતા હતા. હાલમાં આ ગ્રુપમાં અન્ય 13 જેટલા સભ્યો હોવાની માહિતી મળી છે, જેમના પર ATSની ચાંપતી નજર છે. FSL તપાસ અને રેકી અંગે પૂછપરછ તેજ ATS હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ બંને આરોપીઓએ કોઈ ચોક્કસ નેતા કે લીડરની રેકી કરી હતી કે કેમ. આરોપીઓના મોબાઈલ ફોન વધુ વિગતો અને ડિલીટ કરાયેલા ડેટા મેળવવા માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ તપાસ બાદ આગામી દિવસોમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નામો અને મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Shamlaji પાસે નેશનલ હાઈવે-48નો બ્રિજ ક્ષતિગ્રસ્ત, એક સાઈડનો માર્ગ બંધ કરી ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયો
calendar_today April 23, 2026

Shamlaji પાસે નેશનલ હાઈવે-48નો બ્રિજ ક્ષતિગ્રસ્ત, એક સાઈડનો માર્ગ બંધ કરી ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયો

ગુજરાત અને રાજસ્થાનને જોડતા અત્યંત મહત્વના એવા નેશનલ હાઈવે-48 પર શામળાજી પાસે આવેલો હાઈવેનો બ્રિજ અચાનક ક્ષતિગ્રસ્ત થતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બ્રિજમાં તિરાડ કે નુકસાન દેખાતા સલામતીના ભાગરૂપે હાઈવે ઓથોરિટી અને પોલીસે બ્રિજની એક સાઈડનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે.સર્વિસ રોડ પર ટ્રાફિકનું ભારણ વધ્યું બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે શામળાજીથી રતનપુર તરફ જતા હાઈવેના ટ્રાફિકને હવે સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મુખ્ય બ્રિજ બંધ થવાથી વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે અને ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ છે. ખાસ કરીને ભારે વાહનોને કારણે શામળાજી સર્વિસ રોડ પર જામ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સમારકામ માટેની તજવીજ શરૂ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી બ્રિજની ક્ષતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. જ્યાં સુધી બ્રિજનું સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વાહનચાલકોને સર્વિસ રોડનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. રાજસ્થાનથી આવતા અને ગુજરાત તરફ જતા પ્રવાસીઓને આ ડાયવર્ઝનને કારણે મુસાફરીમાં વધુ સમય લાગી શકે છે. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી હાઈવે પરનો ટ્રાફિક ફરી રાબેતા મુજબ કરી શકાય.આ પણ વાંચો ----    Ahmedabadમાં ગાયના શુદ્ધ ઘી ના નામે વેચાતા ઝેરનો પર્દાફાશ, 400 કિલો નકલી ઘી નો જથ્થો જપ્ત

Read Full Story arrow_forward